thumb
  • Jan 11, 2025

જાણીતા લેખક વિચારક વિશાલ ભાદાણી રેડિયો રાજકોટની મુલાકાતે

જાણીતા લેખક, વિચારક, મોટીવેશનલ સ્પીકર વિશાલ ભાદાણી એ રેડિયો રાજકોટની મુલાકાત લીધી હતી.

વિશાલ ભાદાણી ગાંધીજી એ સ્થાપેલ ગુજરાત વિધયાપીઠમાં હાલમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. સાથે લોકભારતી ભરતી યુનિવર્સિટી સણોસરા ભાવનગર ખાતે હાલમાં પ્રો વાઇસ ચાન્સેલર તરીકે કાર્ય કરે છે. નાનપણથી લેખન, વાંચન અને નાટકનો શોખ ધરાવતા વિશાલ ભાઈ નું નાનપણ સણોસરા ગામમાં વીત્યું છે.

વિશાલ ભાદાણીનો 'ફિક્શનાલય' નામનો વાર્તા સંગ્રહ ૨૦૧૮માં લટૂર પ્રકાશન દ્વારા પ્રકાશિત થયો છે. તેઓ પ્રયોગશીલ વાર્તા-ફિક્શન લખે છે. આ ઉપરાંત તેઓએ શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત 'તિમિરપંથી' નવલકથાનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે જેનું શીર્ષક છે - ધ પિલગ્રિમ્સ ઓફ ડાર્કનેસ.

cover
:
: